08 September, 2025 01:45 PM IST | Vietnam | Gujarati Mid-day Correspondent
એક બહેન મૉડિફાય કરેલી મોટરસાઇકલ પર ૧૨ કૂતરાઓને લઈને જઈ રહ્યાં
વિયેટનામનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બહેન મૉડિફાય કરેલી મોટરસાઇકલ પર ૧૨ કૂતરાઓને લઈને જઈ રહ્યાં છે. દરેક કૂતરાને બેસવા માટે પુષ્કળ જગ્યા છે અને બધા જ લાંબા થઈને આરામ ફરમાવતા હોય એવી મુદ્રામાં બેઠા છે. એકેય કૂતરાને બાંધીને રાખવામાં નથી આવ્યો અને છતાં કોઈ જ ઉપદ્રવ નથી. આ મોટરસાઇકલ પર સ્થાનિક ભાષામાં બે પાટિયાં મૂકવામાં આવ્યાં છે. એકમાં લખ્યું છે કે પ્રેમથી ભરેલી એક જગ્યા અને બીજામાં લખ્યું છે – યે મત પૂછો કિ મેરે પાસે ઇતને સારે કુત્તે ક્યોં હૈ?