29 November, 2026 03:34 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બાઇક પર સ્ટન્ટ
બિહારમાંથી એક ખતરનાક વિડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક ચાલુ બાઇક પર સીધો ઊભો રહીને ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. યુવકની પાછળ જ એક ટ્રક પણ આવી રહી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવકના બેદરકાર વર્તનને કારણે તેની સાથે અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઘટનાએ રસ્તા પર થતા જોખમી સ્ટન્ટ અને ટ્રાફિક-સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે.