સંસ્કૃતમાં બોલતી ફ્લાઇટ અટેન્ડન્ટ જોઈ? એ નકલી છે

31 July, 2024 02:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ લાખથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલા આ વિડિયોને જોઈને અનેકોનું કહેવું છે કે સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટ થવી જ જોઈએ.

સંસ્કૃતમાં બોલતી ફ્લાઇટ અટેન્ડન્ટ જોઈ?

વિમાનમાં સફર કરતા હો ત્યારે હિન્દી અને અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ સાંભળવા મળે છે,  પણ તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ફ્લાઇટમાં અનાઉન્સમેન્ટ સંસ્કૃત ભાષામાં થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે આવો વિડિયો જોઈને લોકોની પૉઝિટિવ કમેન્ટ્સ આવવી શરૂ થઈ જાય. ભારતની પૌરાણિક અને તમામ ભાષાઓ જેમાંથી ઉદ્ભવી છે એવી સંસ્કૃત ભાષાનો વ્યાપ આટલો વધી ગયો છે એવું આશ્ચર્ય પણ થાય. જોકે આ વિડિયો અસલી નથી, ફેક છે. ફ્લાઇટ-અટેન્ડન્ટ બોલી રહી છે હિન્દીમાં, પરંતુ એને સંસ્કૃત ભાષામાં ડબ કરવાની કોશિશ થઈ છે. સમષ્ટિ ગુબ્બી નામની ૨૩ વર્ષની યુવતી સ્થાઈ ડૉટઇન નામની સંસ્થાની ફાઉન્ડર સંસ્કૃતપ્રેમી છે. તે ભાષાના પ્રચાર માટે સંસ્કૃતમાં વાતો કરે છે અને સોશ્યલ મીડિયા પર એના વિડિયો પોસ્ટ કરે છે. સમષ્ટિએ પ્લેનની અનાઉન્સમેન્ટવાળા વિડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે. આકાસા ઍરલાઇનની ફ્લાઇટ અટેન્ડન્ટ એમાં જોવા મળે છે. પાંચ લાખથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલા આ વિડિયોને જોઈને અનેકોનું કહેવું છે કે સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટ થવી જ જોઈએ.

culture news social media viral videos offbeat news national news