સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જીવલેણ વૅક્યુમ ચૅલેન્જ

04 June, 2019 09:12 AM IST  |  મુંબઈ

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જીવલેણ વૅક્યુમ ચૅલેન્જ

કિકી ચૅલેન્જ અને કૉક્રૉચ ચૅલેન્જ પછી ફરી એક વાર સોશ્યલ મીડિયામાં અળવીતરી ચૅલેન્જ આપવાનું શરૂ થઈ ગયું છે. આ ચૅલેન્જ જો સહેજ પણ બેદરકારી સાથે ઉપાડવામાં આવે તો એ જીવલેણ બની શકે એવી છે. આ પડકારમાં લોકો એક મોટી પ્લાસ્ટિકની થેલીમાં ભરાઈ જાય છે અને પછી એમાં વૅક્યુમ ક્લીનર દ્વારા હવા ખેંચી લે છે.

એમ કરવાથી પ્લાસ્ટિકની થેલી શરીર સાથે ચપોચપ ફિટ થઈ જાય છે. લોકો કઈ રીતે આવી ચૅલેન્જ પાર પાડી એનો વિડિયો અપલોડ કરે છે અને વાહવાહી મેળવે છે. આવામાં જો કોઈ વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં માથું પણ ઘુસાડી દે અને પછી વૅક્યુમ ક્લીનર ચાલુ કરી દે તો અંદર સાવ જ શૂન્યાવકાશ સર્જાઈ જાય અને વ્યક્તિ માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય.

આ પણ વાંચોઃ બૉયફ્રેન્ડે વૅલેન્ટાઇન્સ ડેની ગિફ્ટમાં ગર્લફ્રેન્ડને આપ્યો ૬૮ લાખ રૂપિયાનો દરિયાનો ટુકડો

ટીનેજર્સમાં આ જુવાળ જબરો ફેલાયો છે ત્યારે હવે એને શમાવવા માટે વૅક્યુમ ચૅલેન્જ બહુ ડેન્જરસ છે એવું જણાવતા સંદેશા પણ વાઇરલ થવા લાગ્યા છે.

offbeat news hatke news