અમેરિકામાં મળશે ૫૮,૦૦૦ રૂપિયાનું બર્ગર

23 May, 2023 02:17 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ રેસ્ટોરાંમાં લુઇસ ૧૩નો દારૂ પીરસવામાં આવશે જેની એક બૉટલની કિંમત ૫૦૦૦ ડૉલર (અંદાજે ૪.૧૪ લાખ રૂપિયા) છે.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ બર્ગર

બર્ગર સૌને ગમતો ફાસ્ટ ફૂડ ખોરાક છે, પણ એક બર્ગર માટે તમે કેટલા રૂપિયા ખર્ચી શકો? અમેરિકાની એક રેસ્ટોરાંએ વિશ્વનું સૌથી મોંઘું ચીઝ બર્ગર તૈયાર કર્યું છે. ફિલાડેલ્ફિયા નામના સ્ટેટમાં મળનારું આ બર્ગર ૭૦૦ ડૉલર (અંદાજે ૫૮,૦૦૦ રૂપિયા)નું છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ બર્ગર નામનું આ બર્ગર ડુલી બિયર ગાર્ડન નામની રેસ્ટોરાંમાં મળશે અને એમાં જપાનનું બીફ, આયરિશ ચીઝ, માછલીનાં ઈંડાંનું અથાણું અને કરચલાનું માંસ તથા મધનો સમાવેશ છે. આ ઉપરાંત સોનાનો વરખ હશે. આ રેસ્ટોરાંમાં લુઇસ ૧૩નો દારૂ પીરસવામાં આવશે જેની એક બૉટલની કિંમત ૫૦૦૦ ડૉલર (અંદાજે ૪.૧૪ લાખ રૂપિયા) છે. રેસ્ટોરાંના માલિકના મતે સમગ્ર વિશ્વમાં બર્ગર સૌથી પ્રિય ખોરાક પૈકીનું એક છે. અમે અમારા ગ્રાહકોને કંઈક સ્વાદિષ્ટ અને સર્જનાત્મક ખોરાક આપવા માગીએ છીએ. મેં મારા ભાઈ સાથે મળીને એક મજેદાર વાનગી બનાવી છે. અમે ગ્રાહકોની પ્રતિક્રિયા જાણવા ઉત્સાહી છીએ.’

offbeat videos washington international news