આવો પણ ફેસ્ટિવલ હોઈ શકે?

20 March, 2023 02:25 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નૉર્વેના સ્વર્ગસ્થ બ્રેડો મોરસ્ટોલનો ફ્રીઝ કરાયેલો મૃતદેહ એક શેડની નીચે મળી આવ્યા બાદ આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે.

અમેરિકાના ટાઉન નેડેરલૅન્ડમાં શનિવારે ફ્રોઝન ડેડ ગાય ડેઝ ફેસ્ટિવલ નામનો વિચિત્ર ફેસ્ટિવલ યોજાયો હતો

અમેરિકાના ટાઉન નેડેરલૅન્ડમાં શનિવારે ફ્રોઝન ડેડ ગાય ડેઝ ફેસ્ટિવલ નામનો વિચિત્ર ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં કેટલાકે હાડપિંજરની સાથે પોઝ આપ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ કૉફિન રેસમાં ભાગ લીધો હતો.

એમાં કૉફિનને લઈને દોડવાનું હતું. નૉર્વેના સ્વર્ગસ્થ બ્રેડો મોરસ્ટોલનો ફ્રીઝ કરાયેલો મૃતદેહ એક શેડની નીચે મળી આવ્યા બાદ આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. મોરસ્ટોલનું ૧૯૮૯માં નિધન થયું હતું અને તેમના પરિવાર દ્વારા ખૂબ સારી રીતે શેડની નીચે આ મૃતદેહ જળવાયેલો રહે એ રીતે ફ્રીઝ કરવામાં આવ્યો હતો.

મોરસ્ટોલે નેડરલૅન્ડના નિવાસીઓમાં પૉપ્યુલરિટી મેળવી અને તેમના સન્માનમાં આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે.

offbeat news united states of america washington international news