આંખથી અક્ષમ હોય એવી પહેલવહેલી બાર્બી ડૉલ થઈ લૉન્ચ

24 July, 2024 03:32 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ કંપનીનું માનવું છે કે બાર્બી ફક્ત ડૉલ નથી, એ એક સેલ્ફ-એક્સપ્રેશન છે.

આંખથી અક્ષમ બાર્બી ડૉલ

અમેરિકાની રમકડાં બનાવતી કંપની મેટલે તેમની પહેલી જોઈ ન શકતી બાર્બી ડૉલ બનાવી છે. બાર્બી ડૉલ બાળકોમાં દુનિયાભરમાં ફેમસ છે. જોઈ ન શકતાં બાળકો અને ઓછું દેખાતું હોય એવાં બાળકોનું પ્રતિનિધિત્વ કરતી આ બાર્બીને લૉન્ચ કરી છે. આ બાળકો માટે આ ડૉલ ઑનલાઇન અને સ્ટોર બન્નેમાંથી ખરીદી શકાશે. આ કંપનીનું માનવું છે કે બાર્બી ફક્ત ડૉલ નથી, એ એક સેલ્ફ-એક્સપ્રેશન છે. આથી  બાળકો માટે તેમને અનુરૂપ બાર્બી હોવી જોઈએ. આ બાર્બીના હાથમાં સ્ટિક પણ આપવામાં આવી છે. દુનિયાભરની કમ્યુનિટી અને સંસ્થાઓ આ કંપનીના નવા કૅમ્પેનને બિરદાવી રહી છે. આ કંપની બહુ જલદી રંગસૂત્રને કારણે થતી જિનેટિકલ બીમારી ડાઉન્સ સિન્ડ્રૉમથી પીડિત હોય એવી બ્લૅક બાર્બી ડૉલ પણ લૉન્ચ કરવા જઈ રહી છે.

margot robbie international news offbeat news life masala washington