૨૦૨૫થી મળશે રોડ પર દોડાવી અને હવામાં ઉડાડી શકાય એવી કાર

05 July, 2023 11:37 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ફ્લાઇંગ કારની કિંમત વેબસાઇટ પર ૩,૦૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨.૪૬ કરોડ રૂપિયા) છે અને એને માટે ૧૫૦૦ ડૉલર (અંદાજે ૨.૮૬ લાખ રૂપિયા) ડિપોઝિટ ભરીને બુકિંગ કરાવી શકાય છે

પ્રતિકાત્મક તસવીર

રસ્તા પર દોડતી તેમ જ હવામાં ઊડતી કાર આપણે ફિલ્મોમાં જોઈ છે, પરંતુ ૨૦૨૫થી એ વાત હકીકત બનશે. અમેરિકાની ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા અલેફ નામના સ્ટાર્ટઅપને ફલાઇંગ કાર પ્રોજેક્ટ માટે રોડ અને હવામાં ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આ સર્ટિફિકેશનને કારણે એલેફ પોતાની કારને રસ્તા પર દોડાવી શકશે અને હવામાં પણ ઉડાડી શકશે. પહેલી વખત અમેરિકામાં આ પ્રકારની કારને ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. ‘મૉડલ-એ’ નામની ફ્લાઇંગ કાર ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર છે. એ રોડ પર દોડે છે અને ડ્રોનની જેમ હવામાં પણ ઊડે છે. રોડ પર હોય ત્યારે એની સ્પીડ પ્રતિ કલાક ૩૨૦ કિલોમીટર છે, જ્યારે હવામાં એની સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારને કોઈ પાંખ નથી. આ ફ્લાઇંગ કારની કિંમત વેબસાઇટ પર ૩,૦૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨.૪૬ કરોડ રૂપિયા) છે અને એને માટે ૧૫૦૦ ડૉલર (અંદાજે ૨.૮૬ લાખ રૂપિયા) ડિપોઝિટ ભરીને બુકિંગ કરાવી શકાય છે. ૨૦૨૫માં એ કાર વેચાણમાં મુકાશે. 
હાલમાં માત્ર ચોક્કસ સ્થ‍ળોએ જ ઉડાવવા માટેની પરમિશન મળી છે. જોકે બધી જગ્યાએ ઊડવાની પરમિશન મળે એ માટે એણે પોતાના પ્રદર્શનને સાબિત કરવું પડશે.

offbeat news automobiles international news washington