અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો થયો વાઇરલ

15 March, 2023 12:14 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હોળીના સેલિબ્રેશનનો દિવસનો આ વિડિયો છે, કેમ કે લોકો કલર અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા

અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો

રવિવારે યોજાયેલા ઑસ્કર અવૉર્ડ‍્સમાં એસ. એસ. રાજામૌલીની ‘RRR’ ‘નાટુ નાટુ’ માટે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ જીતનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ બની છે. આ સુપરહિટ સૉન્ગ રિલીઝ થયું ત્યારથી એના પર ડાન્સ કરતા લોકોના વિડિયો સોશ્યલ મીડિયા પર ભરપૂર વાઇરલ થયા છે. હવે આ ધમાકેદાર સૉન્ગ પર ડાન્સ કરતા અમેરિકન પોલીસ અધિકારીઓનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

નેનવત જગન નામના એક યુઝર દ્વારા ઑસ્કર સેરેમની પહેલાં ટ‍્વિટર પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. જોકે આ ફિલ્મે અવૉર્ડ જીત્યો એ પછી સોશ્યલ મીડિયા પર એ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વિડિયોમાં પોલીસ અધિકારીઓ આ સૉન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એમ જણાય છે કે હોળીના સેલિબ્રેશનનો દિવસનો આ વિડિયો છે, કેમ કે લોકો કલર અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા. આ વિડિયોને શૅર કરવામાં આવ્યો ત્યારથી એણે ૫.૪ લાખ વ્યુઝ અને ૫૦૦૦ લાઇક્સ મેળવી છે.

offbeat news united states of america holi RRR ss rajamouli oscars oscar award washington viral videos international news