લગ્નમાં વાપરવા માટે કારને હેલિકૉપ્ટર બનાવી દીધી, પણ પોલીસે ફાઇન કર્યો

06 May, 2025 07:06 AM IST  |  Pratapgarh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પોલીસે હેલિકૉપ્ટરના શેપ જેવી એક કારને જપ્ત કરીને એના માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. વાત એમ છે કે આ કારના પાછળના ભાગને કાઢીને એના પર હેલિકૉપ્ટર જેવી પૂંછડી તૈયાર કરવામાં આવેલી.

હેલિકૉપ્ટરના શેપની કાર

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પોલીસે હેલિકૉપ્ટરના શેપ જેવી એક કારને જપ્ત કરીને એના માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. વાત એમ છે કે આ કારના પાછળના ભાગને કાઢીને એના પર હેલિકૉપ્ટર જેવી પૂંછડી તૈયાર કરવામાં આવેલી. અલબત્ત, આ માત્ર શો-પીસ જ છે, આ કાર હેલિકૉપ્ટરની જેમ ઊડી નથી શકતી. આવી અતરંગી કાર લગ્નસમારોહમાં દુલ્હા કે દુલ્હનની એન્ટ્રી માટે ભાડે આપવાના કામમાં આવતી હતી.  જોકે એ માટે કોઈ પરવાનગી લેવામાં નહોતી આવી. હેલિકૉપ્ટર જેવી પાંખ અને ઉપર નકલી બ્લેડ અને જાયન્ટ બૉડી ફ્રેમને કારણે કાર કોઈ હાઇબ્રિડ વર્ઝનની કાર હોય એવું લાગતું હતું. જોકે આ કાર લઈને તેનો માલિક એમ જ ગામમાં ફરવા નીકળેલો ત્યારે પોલીસની નજરમાં કાર આવી ગઈ હતી. પોલીસે આ રોડ-સુરક્ષાનો ભંગ છે એમ કહીને તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.

uttar pradesh viral videos social media instagram offbeat videos offbeat news