વિધવા મહિલા પ્રેમીને આખો દિવસ પતરાની પેટીમાં સંતાડી રાખતી હતી, રાતે જ પેટીમાંથી બહાર કાઢતી

15 August, 2026 02:29 PM IST  |  Bundelkhand | Gujarati Mid-day Correspondent

પાછળથી ખબર પડી કે વિધવા મહિલાનો બનેવી પ્રેમી થઈને અહીં મહિનાઓથી રહી રહ્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના ઝાલૌન જિલ્લાના કાલપી નામના ગામમાં એક મહિલાએ પ્રેમીને પોતાની પાસે રાખવા માટે વિચિત્ર રસ્તો કાઢ્યો. ૩૫ વર્ષની એક મહિલાનો પતિ બે વર્ષ પહેલાં બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. તેને ૭ વર્ષનો એક દીકરો પણ છે. પતિના મૃત્યુ પછી મહિલાના બનેવીએ તેના ઘરે અવરજવર શરૂ કરી હતી. બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થઈ ગયો હતો. જોકે બનેવી ઑલરેડી ત્રણ વાર લગ્ન કરી ચૂક્યો હતો. તેની હયાત પત્ની સાથે ત્રણ મહિના પહેલાં જ ઝઘડો કરીને તે આ મહિલાના ઘરે આવ્યો અને ત્યાં જ રહી ગયો. જોકે આ મહિલા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી એટલે જેઠ-જેઠાણી પણ ઘરમાં જ હતાં. તેમનાથી પ્રેમીને છુપાવવા માટે તેણે તરકીબ શોધી. આખો દિવસ તેને પતરાની પેટીમાં પૂરી રાખતી. માત્ર રાતના સમયે બધા સૂઈ જાય ત્યારે જ તેને પેટીમાંથી બહાર કાઢતી. કોઈ ઘરમાં ન હોય ત્યારે ચૂપકેથી તે પેટીમાં જ પ્રેમીને ખાવાનું આપી દેતી હતી. જોકે બે દિવસ પહેલાં મહિલા ઘરના અન્ય કામમાં વ્યસ્ત હતી અને તેના રૂમમાં રાખેલી પેટીમાંથી અવાજો આવી રહ્યા હતા એટલે જેઠાણીએ એ પેટી ખોલી તો અંદરથી એક માણસ નીકળ્યો. પાછળથી ખબર પડી કે વિધવા મહિલાનો બનેવી પ્રેમી થઈને અહીં મહિનાઓથી રહી રહ્યો છે. આખા ગામમાં આ વાત ફેલાઈ જતાં ગામલોકોએ બન્ને સાથે મારપીટ કરીને બુધવારે સવારે આખા ગામમાં ફેરવ્યાં હતાં. પોલીસે ત્યાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. 

uttar pradesh offbeat news viral videos national news news