09 September, 2025 02:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મહિલાએ પોતાના જ ૧૫ દિવસના બાળકને ફ્રીઝરમાં મૂકી દીધું હતું. એ પછી તે સૂવા જતી રહી હતી. જ્યારે બાળકનો સતત રડવાનો અવાજ આવવા લાગ્યો ત્યારે ઘરના અન્ય પરિવારજનો બાળકને શોધવા લાગ્યા. જ્યારે બાળકને ફ્રીઝરમાં જોયું ત્યારે બધા શૉક થઈ ગયા. નવાઈની વાત એ હતી કે આવું બાળકની માએ જ કર્યું હતું. પરિવારજનોએ બાળકની માને કોઈ વળગાડ થયો હોવાનું વિચારીને તંત્રમંત્ર કરાવ્યા હતા, પણ નાકામ રહ્યા હતા. આખરે તેમણે ડૉક્ટરને બતાવ્યું તો તેમણે નિદાન કર્યું કે ડિલિવરી પછી તેને સાઇકોસિસ નામની માનસિક સમસ્યા થઈ છે.