03 December, 2022 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્ન (Wedding) દરેકના જીવનનો મહત્વનો ભાગ હોય છે. આને યાદગાર બનાવવા માટે લોકો અનેક પ્રકારની રીતો શોધી કાઢે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર અનોખું વેડિંગ કાર્ડ (Wedding Card) ચર્ચામાં છે. આ કાર્ડ સ્ટૉક માર્કેટ (Stock Market)વાળા અંદાજમાં તૈયાર કરાવવામાં આવ્યું છે. આને જોઈને કેટલાક યૂઝર્સે કહ્યું કે આ મહેમાનોને કેવી રીતે સમજાશે.
વેડિંગ કાર્ડ પ્રમાણે, કપલ મહારાષ્ટ્રના નાંદેડના રહેવાસી છે. દુલ્હાનું નામ ડૉ. સંદેશ અને દુલ્હનનું નામ ડૉ. દિવ્યા કહેવામાં આવે છે. કાર્ડમાં દુલ્હાના નામની આગળ મેડિસિન લિમિટેડ અને દુલ્હનના નામની આગળ એનેસ્થીસિયા લિમિટેડ લખ્યું છે.
સ્ટૉક માર્કેટવાળા અંદાજમાં તૈયાર આ વેડિંગ કાર્ડમાં સૌથી ઉપર નામી ઇન્વેસ્ટર્સ ઝુનઝુનવાલા, વૉરેન બફેટ અને હર્ષદયાળ મેહતાનું નામ લખાયેલું છે. આમંત્રિત ગેસ્ટને `ઇનેવ્સ્ટર્સ`ની સંજ્ઞા આપવામાં આવી છે.
એટલું જ નહીં કાર્ડમાં મિત્રો અને પરિવારજનોને `રિટેલ ઇન્વેસ્ટર્સ` કહેવામાં આવ્યું છે. વિવાહની વિભિન્ન વિધિઓને પણ શૅર બજારમાં પ્રયોગ કરવામાં આવતા શબ્દો દ્વારા દર્શાવવામાં આવ્યા છે, જેને - `સંગીત`ને રિંગિંગ બેલ, `રિસેપ્શન`ને `ઇન્ટરિમ ડિવિડેન્ડ પેઆઉટ` અને `ફેરા`ને `લિસ્ટિંગ સેરેમની` લખવામાં આવ્યું. વેડિંગ વેન્યૂને `સ્ટૉક એક્સચેન્જ`નું નામ આપવામાં આવ્યું છે. બધી વિધિઓની તારીખ પણ લખેલી છે.
ઇન્સ્ટાગ્રામ પર આ અનોખા વેડિંગ કાર્ડને `ધ સ્ટૉક માર્કેટ ઈન્ડિયા`નામના પેજ પરથી શૅર કરવામાં આવ્યો છે. આના કૅપ્શનમાં લખ્યું છે, "એક ડૉક્ટરના લગ્નનની આમંત્રણ પત્રિકા જે શેર બજારનો પ્રશંસક લાગે છે." આ પોસ્ટને અત્યાર સુધી 5 હજારથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે. સેંકડો લોકોએ આના પર કોમેન્ટ્સ કરી છે.
કોઈએ ખૂબ જ વધારે ઇનોવેટિવ કહ્યું તો કોઈએ કપલને સ્ટૉક માર્કેટ ફેન જણાવ્યા. એક યૂઝરે કૉમોન્ટમાં લખ્યું, "નેક્સ્ટ લેવલ શૅર માર્કેટનો ક્રેઝ" બીજાએ લખ્યું, "ચર્ચામાં છવાઈ રહેવાનો નાયાબ તરીકો." અન્ય એક શખ્સે કહ્યું, "વાંચીને મારું મગજ ગોથું ખાઈ ગયું."
આ પણ વાંચો : આ છે મલ્ટિ-રાઇડર પૅસેન્જર વેહિકલ
નોંધનીય છે કે કેટલાક સમય પહેલા એક વ્યક્તિએ પોતાના લગ્નનું કાર્ડ `દવાના એડ્રેસ` જેવું બનાવડાવીને ખૂબ જ ચર્ચામાં છવાયું હતું. પહેલી નજરમાં લોકોને લાગ્યું કે આ લગ્નનું કાર્ડ નહીં પણ કોઈક દવાની સ્ટ્રિપ છે. લોકો મુંઝાતા રહ્યા પણ પછી એ ખબર પડી કે આ લગ્નનું કાર્ડ જ હતું.