આ સસલાએ સૌથી લાંબું જીવવાનો રેકૉર્ડ બનાવ્યો છે

23 April, 2026 12:05 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

હર્બી રિચર્ડ અને મેલિસાને ત્યાં આવ્યો ત્યારે એની વય માત્ર ૮ વીકની હતી

હર્બી નામના સસલાભાઈ

બ્રિટનમાં રિચર્ડ અને મેલિસા ડૅનહૅમ નામના કપલને ત્યાં પાળેલા હર્બી નામના સસલાભાઈ વિશ્વના સૌથી વયસ્ક બની ચૂક્યા છે. સામાન્ય રીતે સસલાની ઉંમર સાતથી ૮ વર્ષની હોય છે, પરંતુ હર્બીભાઈએ તો નૉર્મલ લાઇફ કરતાં બમણી ઉંમર પાર કરી લીધી છે. હર્બી રિચર્ડ અને મેલિસાને ત્યાં આવ્યો ત્યારે એની વય માત્ર ૮ વીકની હતી. એ પછી તો તે કપલના પરિવારની જેમ જ ઊછર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હર્બીભાઈ માંદા રહે છે કેમ કે હવે એના શરીરમાં બુઢાપો વર્તાય છે. એમ છતાં એને માલિકો સાથે સોફામાં મસ્તી કરવાનું અને ગાર્ડનમાં તડકો ખાવાનું બહુ ગમે છે. 

united kingdom london offbeat news international news world news news