બ્રિટનમાં રસ્તા પરના ખાડાની સમસ્યાને વાચા આપવા કાર્પેન્ટરે અનોખો આઇડિયા અપનાવ્યો

05 March, 2025 07:02 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ બાદ રસ્તા પર ખાડા પડી જતા હોય છે અને આ ખાડા પૂરવામાં સરકારી તંત્રની ઉદાસીનતાના લીધે લોકો પરેશાન થતા હોય છે.

આર્ટિફિશ્યલ લેગ્સ, જૂનાં શૂઝ અને જૂના જીન્સ લઈ એવી રીતે ખાડા પર મૂક્યાં હતાં

ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ બાદ રસ્તા પર ખાડા પડી જતા હોય છે અને આ ખાડા પૂરવામાં સરકારી તંત્રની ઉદાસીનતાના લીધે લોકો પરેશાન થતા હોય છે. બ્રિટનમાં પણ કોઈ પરિસ્થિતિ અલગ નથી. બ્રિટનમાં એક ગામમાં આઠ મહિનાથી એક ખાડો પડી ગયો હતો. આ ખાડો પૂરવામાં સ્થાનિક તંત્ર કોઈ ધ્યાન આપતું ન હોવાથી  ૪૧ વર્ષના જેમ્સ કોક્ઝેલ નામના કાર્પેન્ટરે અનોખો આઇડિયા અપનાવ્યો હતો. તેણે કહ્યું કે આ ખાડાના કારણે સામસામે વાહનો આવે ત્યારે એક જણે રોકાઈ જવું પડે છે અન્યથા વાહન ખાડામાં પડે છે. તેણે આર્ટિફિશ્યલ લેગ્સ, જૂનાં શૂઝ અને જૂના જીન્સ લઈ એવી રીતે ખાડા પર મૂક્યાં હતાં કે કોઈ માણસ ખાડામાં ડૂબી ગયો હોય એવું દેખાતું હતું. રવિવારે તેણે આમ કર્યું ત્યારે સ્થાનિક લોકો અને પ્રશાસનની નજર પડી હતી અને પ્રશાસને આ મુદ્દે ઘટતું કરવાની ખાતરી આપી હતી.

london monsoon news united kingdom international news news world news offbeat news