10 March, 2025 01:13 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના એક પરિવારમાં એકસાથે ત્રણ મૃત્યુનો ગજબ કિસ્સો બન્યો છે. મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના સિહોલિયા ગામમાં ૩૪ વર્ષના અભયરાજ યાદવ નામના યુવાને ૩૦ વર્ષની પત્ની સવિતાની હત્યા કરીને પોતે પણ ગળાફાંસો ખાઈને જીવ આપી દીધો. આ ઘટના શુક્રવારે બની હતી અને એ જ સાંજે બન્નેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે આ આખી ઘટનામાં શૉકિંગ વળાંક એ આવ્યો કે અભયરાજના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે તેના દાદા રામાવતાર પણ પૌત્રની ચિતામાં કૂદી પડ્યા. પૌત્રના મૃત્યુનો આઘાત તેઓ જીરવી ન શક્યા એને પગલે તેમણે ચિતામાં ઝંપલાવીને જીવ આપી દીધો. અભયરાજે સવિતાનું મર્ડર શું કામ કર્યું અને પોતે શા માટે જીવ આપી દીધો એની તપાસ પોલીસ કરી રહી છે.