દુનિયાભરનાં કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે આ અમેરિકન મહિલાને

28 August, 2026 02:29 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની ૫૮ વર્ષની ટ્રેસી રાયલૅન્ડ્સને પ્રવાસ કરતાં કબ્રસ્તાનોની મુલાકાત લેવાનો અનોખો શોખ છે. ૩૫ અમેરિકન રાજ્યો ઉપરાંત કૅનેડા, બ્રિટન અને યુરોપમાં ફરીને તેઓ અનોખી કબરો વિશે રિસર્ચ અને બ્લૉગિંગ કરે છે.

દુનિયાભરનાં કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે આ અમેરિકન મહિલાને

અમેરિકામાં ૫૮ વર્ષનાં ટ્રેસી રાયલૅન્ડ્સ નામનાં લેડીને ફરવાનો બહુ શોખ છે. લોકો ટ્રાવેલ કરીને બીજાં શહેરો, રાજ્યો કે દેશોની જાણીતી અને યુનિક જગ્યાઓની મુલાકાત લે, પરંતુ ટ્રેસીબહેનને બીજે ક્યાંય નહીં, જે-તે જગ્યાનાં કબ્રસ્તાનો જોવામાં બહુ રસ છે. અત્યાર સુધીમાં તેઓ અમેરિકાનાં ૩૫ રાજ્યોનાં વિવિધ શહેરોમાં કબ્રસ્તાનોની મુલાકાત લઈ ચૂક્યાં છે અને હવે તેમણે કબ્રસ્તાનની યાત્રા માટે વિદેશપ્રવાસ પણ શરૂ કર્યો છે. કૅનેડા, બ્રિટન અને યુરોપિયન દેશોમાં ફરી ચૂકેલાં ટ્રેસીબહેનનને આવો અનોખો ચસકો કૉલેજના સમયથી લાગ્યો હતો. કૉલેજમાં એક વર્તમાનપત્રમાં ઇન્ટર્નશિપ કરવા માટે જોડાયાં ત્યારે ટ્રેસીને કબ્રસ્તાનોનું રિપોર્ટિંગ કરવા માટે જવું પડેલું. એ પછી તેમણે ફાઇન્ડ અ ગ્રેવ નામની વેબસાઇટ માટે વિવિધ કબરોની તસવીરો લેવાનું શરૂ કર્યું. જે લોકો ખુદ કબ્રસ્તાન નથી જઈ શકતા તેઓ ટ્રેસીની મદદ લેતાં. ટ્રેસીબહેન બહુ હોંશેહોંશે એ કામ કરતાં. પહેલાં કામ અને પછી લોકોની મદદ માટે વિવિધ કબ્રસ્તાનોમાં જવાનું શરૂ થયું અને પછી તો તેમને એમાં જ રિસર્ચ કરવાની ઇચ્છા થઈ. અનોખી કબર પર લખેલી માહિતીઓના આધારે તેઓ દફન થયેલી વ્યક્તિની માહિતી એકઠી કરીને એ વિશે બ્લૉગ લખવા લાગ્યાં. એમાં તેમને એટલી મજા આવવા લાગી કે હવે કામ હોય કે ન હોય, ટ્રેસી ક્યાંક પણ અનોખી કબર વિશે સાંભળે કે વાંચે છે ત્યારે ત્યાં પહોંચી જાય છે.

united states of america europe world news international news offbeat news hatke news