15 February, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ છે એ ઇમેઇલ
જૉબ-માર્કેટમાં ખૂબ રસાકસી ચાલી રહી છે ત્યારે યુવાનો પોતાનો બાયાડેટા અનેક કંપનીઓને આપી રહ્યા હોય છે, પણ ઇન્ટરવ્યુ-કૉલ ભાગ્યે જ આવે છે. IIT-હૈદરાબાદના એક સ્ટુડન્ટે નોકરી મેળવવા માટે ખૂબ મહેનત કરી, પરંતુ કૉલ આવતો ન હોવાથી તેણે એક તરકીબ વાપરી. એક સ્ટાર્ટ-અપ કંપનીના CEOને ઈ-મેઇલ કરીને તેમનું અટેન્શન મેળવવા માટે તેણે સબ્જેક્ટમાં કંઈક એવું લખી નાખ્યું કે એ વાંચીને ભલભલા થથરી જાય. આ ભાઈએ ઈ-મેઇલના સબ્જેક્ટમાં લખ્યું હતું – Your name is in Epstein Files. મતલબ કે તમારું નામ એપ્સટીન ફાઇલ્સમાં છે. જોકે એ પછી ઈ-મેઇલમાં લખ્યું હતું, ‘હેલો હર્ષદીપ, જસ્ટ મજાક કરું છું. હું ઇચ્છતો હતો કે તમે મારી મેઇલ ઓપન કરો.’
એ પછી તેણે પોતાની ઓળખ આપીને કંપની સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. જોકે કંપનીના CEOને આ તરકીબ જરાય કૂલ ન લાગી. તેમણે આ ઈ-મેઇલ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘ભાઈઓ, આવું કદી ન કરતા. આ ખૂબ જ અનપ્રોફેશનલ છે.’
આવું કરવાથી તમે પહેલી વારમાં કોઈનું અટેન્શન તો મેળવી લો છો, પરંતુ તમારી પહેલી ઇમ્પ્રેશન ખરાબ પડે છે.