લંડનમાં ટીપુ સુલતાનની તલવાર ૧૪૩ કરોડમાં વેચાઈ

26 May, 2023 02:09 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો પોતાની સાથે એને લઈ ગયા હતા.

ટીપુ સુલતાનની તલવાર

મૈસૂરના ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવાર લંડનમાં ઑક્શન હાઉસ બૉનમ્સ ઇસ્લામિક ઍન્ડ ઇન્ડિયન આર્ટ સેલ ખાતે ૧૪૩ કરોડ રૂપિયામાં વેચાઈ છે, જે કોઈ ભારતીય અને ઇસ્લામિક વસ્તુના ઑક્શન દ્વારા વેચાણ માટેનો નવો વર્લ્ડ રેકૉર્ડ છે. આ ઑક્શન હાઉસ અનુસાર આ શાસકની પાસે રહેલાં હથિયારોમાં આ તલવારનું ખૂબ જ મહત્ત્વ હતું. ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો પોતાની સાથે એને લઈ ગયા હતા. મોગલોનાં હથિયારો બનાવનારાઓએ ટીપુની તલવાર જર્મન બ્લેડ જોઈને બનાવી હતી. ચોથી મે ૧૭૯૯માં ટીપુ સુલતાનની હાર બાદ સેરિંગાપાટમથી તેમની પાસેથી અનેક હથિયારોને લૂંટવામાં આવ્યાં હતાં જેમાં આ તલવાર પણ સામેલ હતી. 

offbeat news london tipu sultan international news