Just Looking Like Wow! કોણ છે એ યુવતી, જેની એક લાઈને બદલી નાખ્યો આખો ટ્રેન્ડ

31 October, 2023 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

“So beautiful, so elegant, just looking like a wow” રીલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ છે. પણ શું તમે આનો ઓરિજિનલ વીડિયો જોયો છે? કોણ છે એ યુવતી જેની આ લાઈને બધાને ગાંડા કર્યા છે.

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

“So beautiful, so elegant, just looking like a wow”.ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતી વખતે આ શબ્દો તમારા કાને પડ્યા જ હશે. આ રીલ પર બૉલિવૂડના અનેક સેલિબ્રિટીએ વીડિયો બનાવ્યો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણે પણ આનાં પર રીલ બનાવી છે. સોશિયલ મીડિયા પર આ રીલ ધમાલ મચાવી રહી છે. સામાન્ય યુઝર્સથી લઈ ફિલ્મ જગતના લોકોએ પણ આ રીલનો ચસ્કો લાગ્યો છે. 

બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ વીડિયો પર રીલ બનાવી છે. 

અત્યાર સુધીમાં તમે સમજી  જ ગયા હશો કે એક મહિલાની આ લાઈન ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ છે કે યુઝર્સ જાણે સોશિયલ મીડિયા પર ગાંડા થયા છે. પણ શું તમે ઓરિજિનલ વીડિયો જોયો છે. અમે તમને એ મહિવાન મુળ વીડિયો બતાવીએ. આ અસલી વિડિયો જસ્મીન કૌર નામની મહિલાએ @designmachinesuitslive હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. 9 ઓક્ટોબરના રોજ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.દિલ્હીના ફતેહ નગરમાં તેની પાસે Design Machine(મોડ કટ સ્ટુડિયો) નામનો મહિલા કપડાનો સ્ટુડિયો છે, તેના પ્રમોશન માટે પોસ્ટ કરવામાં આવેલ વીડિયોનો એક ભાગ ખૂબ જ વાયરલ થયો હતો.

એટલો વીડિયો વાયરલ થયો કે યશરાજ મુખાતેએ તેના પર પોતાની સ્ટાઈલનું ગીત પણ બનાવ્યું. 

આ વીડિયોનો ઉપયોગ કરનાર યશ રાજ એકમાત્ર સેલિબ્રિટી ન હતા. વામિકા ગબ્બીએ પણ તેના પર રીલ બનાવી હતી. જેને 80 લાખથી વધુ લોકોએ જોઈ છે.

 જો આપણે ઓરિજિનલ વીડિયોની વાત કરીએ તો `જસ્ટ લાઈક અ વાવ` સિવાય મહિલાનો અન્ય વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે મહિલા પીળા રંગના એક શેડને લડ્ડુ પીળો અને બીજા રંગને માઉસ કલર કહેતી જોવા મળે છે. મહિલા જે રીતે વીડિયોમાં બોલી રહી છે તો જોઈને યુઝર્સને મજા આવી રહી છે. 

આ શબ્દો લોકોના હોઠ પર હઠ કરીને બેસી ગયા હોય એવું લાગે છે.  સોશિયલ મીડિયા પર જેને જુઓ તે સૌ આના રીલના દિવાના થયા છે.  સોશિયલ મીડિયા પર આથિયા શેટ્ટીએ એક તસવીર શેર કરી હતી. જેના પર કે.એલ. રાહુલે  "just looking like a wow" કૉમેન્ટ કરી હતી. 

 

viral videos offbeat videos instagram deepika padukone entertainment news social media