10 August, 2025 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સનો ફર્ડિનૅન્ડ મોરેલેક
ફ્રાન્સના ફર્ડિનૅન્ડ મોરેલેક નામના ભાઈએ પોતાની અંદર ઝેન સાધુ જેવી સ્થિરતા કેળવીને એક અનોખું કારનામું કર્યું હતું. ૩૨ વર્ષના c લાંબા અને ધારદાર ખીલાઓના એક બેડ પર ખુલ્લા પગે ઊભા રહેવાનું કારનામું કર્યું હતું. ધારદાર નેઇલ્સ પર તે ૧૩ કલાક, ૧૩ મિનિટ, ૧૩ સેકન્ડ સુધી ઊભો રહ્યો હતો અને સૌથી લાંબો સમય ખીલા પર ઊભા રહેવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.