20 March, 2026 12:44 PM IST | America | Gujarati Mid-day Correspondent
ઍલનનું કહેવું છે કે તેણે આખી જિંદગી અને આખું વર્ષ કબરો જ ખોદી છે
અમેરિકામાં રહેતા ઍલન મૅકક્લોસ્કી નામના ભાઈનું નામ અજીબ કારણોસર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું છે. તેમણે કરેલી લાંબી નોકરીએ તેમને આ બહુમાન અપાવ્યું છે. ઍલનભાઈએ ૭૩ વર્ષ ૭૫ દિવસ સુધી કબર ખોદવાની નોકરી કરી છે જે વિશ્વમાં સૌથી લાંબી ગ્રેવમૅન તરીકેની કારકિર્દી છે. તેમનું નામ પહેલી વાર ૨૦૨૧માં નોંધાયું હતું અને એ વખતે તેમણે ૬૮ વર્ષ ૧૯૧ દિવસ કબર ખોદનારાની નોકરી કરી હતી. જોકે એ પછી પણ તેમણે કબર ખોદવાનું કામ ચાલુ જ રાખ્યું. તાજેતરમાં ઍલને ૯૨ વર્ષની ઉંમરે રિટાયર થવાનું નક્કી કર્યું છે ત્યારે આટલાં વર્ષો સુધી કબર ખોદવાની નોકરી કરવાનો તેમનો રેકૉર્ડ હવે કોઈ તોડી શકે એમ નથી. ઍલનનું કહેવું છે કે તેણે આખી જિંદગી અને આખું વર્ષ કબરો જ ખોદી છે. જોકે સૌથી વધુ કઠિન કામ પોતાની જ પત્ની બાર્બરાની કબર ખોદવાનું હતું.