✕

નાઇટી પહેરીને ઍમ્બ્યુલન્સમાં બેસીને ચોરો ATMમાં ઘૂસ્યા અને ચોરી કરીને ફરાર થયા

13 October, 2026 04:49 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

તેલંગણના કામારેડ્ડી જિલ્લામાં કેટલાક બદમાશોએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ATMને રવિવારની રાતે તોડીને લૂંટી લીધું હતું. ચોરો કોઈને શંકા ન જાય એ માટે ઍમ્બ્યુલન્સમાં બેસીને ATM સુધી પહોંચ્યા હતા.

નાઇટી પહેરીને ઍમ્બ્યુલન્સમાં બેસીને ચોરો ATMમાં ઘૂસ્યા અને ચોરી કરીને ફરાર થયા

તેલંગણના કામારેડ્ડી જિલ્લામાં કેટલાક બદમાશોએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ATMને રવિવારની રાતે તોડીને લૂંટી લીધું હતું. ચોરો કોઈને શંકા ન જાય એ માટે ઍમ્બ્યુલન્સમાં બેસીને ATM સુધી પહોંચ્યા હતા. ચોરોએ સ્ત્રીઓ જેવી નાઇટી, માસ્ક અને હાથમાં ગ્લવ્ઝ પહેર્યાં હતાં. તેમણે મશીન તોડીને એમાંથી કૅશની પેટી લઈ લીધી હતી અને ઍમ્બ્યુલન્સમાં જ ફરાર થઈ ગયા હતા. 

telangana Crime News state bank of india offbeat news national news