02 December, 2023 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેજ ફૂડ ખાવું કે નૉન-વેજ ફૂડ ખાવું એ પર્સનલ ચૉઇસનો વિષય છે. જોકે વિશ્વભરમાં હવે ઘણા લોકો નૉન-વેજનો ત્યાગ કરીને શાકાહારી બની રહ્યા છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વેજિટેરિયન ફૂડ ખાનારાઓમાં બીમારીનું રિસ્ક ઘણું ઓછું હોય છે જેમાંની એક બીમારીમાં હાર્ટ-અટૅકનો સમાવેશ થાય છે જે નૉન-વેજ ખાનારાઓમાં વધુ પ્રચલિત હોવાનું નોંધાયું છે. તો ચાલો આજે સૌથી વધુ શાકાહારીઓ ધરાવતા દેશોની સંખ્યા પર એક નજર કરીએ.
૧. ભારત : સૌથી વધુ શાકાહારી ખાનારાઓની વાત કરવામાં આવે તો ભારત ટોચ પર છે. અહીંના ૩૮ ટકાથી વધુ લોકો વેજ ફૂડ ખાય છે. આ ટકાવારીમાં મોટો હિસ્સો હરિયાણા અને રાજસ્થાનમાં રહેતા લોકોનો છે.
૨. ઇઝરાયલ : ઇઝરાયલમાં ૧૩ ટકા વસ્તી શાકાહારી છે. અહીં રહેતા લોકોનું દૃઢપણે માનવું છે કે ભૂખ મિટાવવા માટે પ્રાણીઓની હત્યાને યોગ્ય ઠેરવી ન શકાય.
૩. તાઇવાન : શાકાહારી આહારનું પાલન કરનારા લોકોની વાત કરવામાં આવે તો તાઇવાન ત્રીજા સ્થાને છે. અહીંની કુલ વસ્તીના ૧૨ ટકા લોકો શાકાહારી છે.
૪. ઇટલી : ઇટલીમાં ૧૦ ટકા લોકો શાકભાજી ખાય છે. ઇટલી એના નૉન-વેજ ભોજન માટે વધુ જાણીતું છે. જોકે એક રિસર્ચમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીં શાકાહારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
૫. ઑસ્ટ્રિયા : અહીંના શાકાહારી આહારને અનુસરતા લોકોની વાત કરવામાં આવે તો ઑસ્ટ્રિયા પાંચમા સ્થાને છે. અહીંના ૯ ટકા લોકો શાકભાજી ખાવાનું પસંદ કરે છે. ઑસ્ટ્રિયન શાકાહારી વાનગીઓ સ્વાદમાં વધુ મીઠી હોય છે અને એને વિવિધ વરાઇટીમાં પીરસવામાં આવે છે.
૬. જર્મની : આ યુરોપિયન દેશ ટોચના શાકાહારી ખોરાક ખાનારા દેશોની યાદીમાં છઠ્ઠા નંબરે છે. જોકે અહીંના લોકો માંસાહારી ખોરાક વધુ ખાવાનું પસંદ કરે છે. ૯ ટકા લોકો હજી પણ માત્ર શાકાહારી ખોરાક પર નિર્ભર છે.