બ્રેકઅપ્સના દુઃખમાંથી ટીનેજર્સને બહાર લાવવા ન્યુ ઝીલૅન્ડ સરકાર ૩૨ કરોડ ખર્ચશે

25 March, 2023 01:33 PM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

સરકારે ત્રણ વર્ષના આયોજન માટે ૪૦ લાખ ડૉલર (લગભગ ૩૨ કરોડ રૂપિયા)નું બજેટ ઠરાવ્યું છે. આ પહેલ હેઠળ પહેલાં યુવાનોને ભવિષ્ય સંબંધોને કેવી રીતે હૅન્ડલ કરશે એની સમજ આપવા માટે રચનાત્મક અનુભવો દ્વારા ટેકો આપવામાં આવશે. 

પ્રતીકાત્મક તસવીર

બ્રેકઅપ્સ નુકસાન પહોંચાડે છે એ વાત બધા જાણે છે. બ્રેકઅપ થવાથી વ્યક્તિનું લાગણીતંત્ર ડહોળાઈ જતાં તેના સામાજિક જીવન પર પણ અસર પડે છે. બુધવારે ન્યુ ઝીલૅન્ડ સરકારે બહાર પાડેલી એક અખબારી યાદીમાં આ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે. ન્યુ ઝીલૅન્ડ સરકારે બ્રેકઅપ્સમાંથી બહાર આવવા માટે ‘લવ બેટર’ અભિયાન શરૂ કર્યું છે, જે દેશના સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. એ માટે સરકારે ત્રણ વર્ષના આયોજન માટે ૪૦ લાખ ડૉલર (લગભગ ૩૨ કરોડ રૂપિયા)નું બજેટ ઠરાવ્યું છે. આ પહેલ હેઠળ પહેલાં યુવાનોને ભવિષ્ય સંબંધોને કેવી રીતે હૅન્ડલ કરશે એની સમજ આપવા માટે રચનાત્મક અનુભવો દ્વારા ટેકો આપવામાં આવશે. 

લગભગ ૧૨૦૦ કરતાં વધુ કિવી યુવાઓએ કહ્યું હતું કે પ્રેમ અને દુઃખ સાથે વ્યવહાર કરવા તેમને કોઈના સમર્થનની આવશ્યકતા છે, ખાસ કરીને બ્રેકઅપ વધુ સારી રીતે કેમ કરવું એ માટે કોઈના માર્ગદર્શનની જરૂર છે. એ માટે વૈશ્વિક સ્તરે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બ્રેકઅપ્સ નુકસાન કરે છે એ સત્ય હોવા છતાં આ પહેલ દ્વારા યુવાનોને પોતાને કે અન્યને નુકસાન પહોંચાડ્યા વિના બ્રેકઅપમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. 

offbeat news new zealand international news world news