થાઇલૅન્ડમાં ટ્‍વિન્સને જન્મ આપ્યો આ હાથણીએ

17 June, 2024 10:05 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ચામચુરી નામની હાથણીએ ટ્‍વિન્સને જન્મ આપ્યો છે

ચામચુરી

ટ્‍વિન્સનું જન્મવું જેટલું માણસોમાં કૉમન છે એટલું જ અનકૉમન છે હાથીઓમાં. જોકે થોડા દિવસ પહેલાં થાઇલૅન્ડના અયુથાયા એલિફન્ટ પૅલેસમાં આ ઘટના બની છે. ચામચુરી નામની હાથણીએ ટ્‍વિન્સને જન્મ આપ્યો છે. આ ઘટના હજી પણ વધુ રૅર એટલા માટે છે, કેમ કે એનું એક બચ્ચું નર છે અને બીજું માદા છે.

વિશ્વમાં અત્યાર સુધીમાં આવું ત્રીજું નર-માદા હાથીનું જોડકું છે. નર બચ્ચું પહેલાં જન્મ્યું હતું અને ૧૮ મિનિટ પછી એની બહેન જન્મી હતી. બીજું બાળક પેદા થયું ત્યારે આશ્ચર્ય પામેલા તેના કૅરટેકરનું કહેવું હતું કે ‘હું પોતે નહીં, ચામચુરી ખુદ નવાઈ પામી હોય એવું લાગતું હતું.’

offbeat videos offbeat news thailand