એક્સપ્રેસવે પર રીલ બનાવવાના ચક્કરમાં ટ્રકની ટક્કર લાગી અને મોત ભરખી ગયું

16 March, 2026 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હરિયાણાના નૂંહ જિલ્લામાં શનિવારે ૧૯ વર્ષનો મોઇન નામનો ટીનેજર રીલ બનાવવાના ચક્કરમાં અકસ્માતનો ભોગ બન્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. તે પોતાના દોસ્તો સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રીલ બનાવી રહ્યો હતો.

એક્સપ્રેસવે પર રીલ બનાવવાના ચક્કરમાં ટ્રકની ટક્કર લાગી અને મોત ભરખી ગયું

હરિયાણાના નૂંહ જિલ્લામાં શનિવારે ૧૯ વર્ષનો મોઇન નામનો ટીનેજર રીલ બનાવવાના ચક્કરમાં અકસ્માતનો ભોગ બન્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. તે પોતાના દોસ્તો સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રીલ બનાવી રહ્યો હતો. મોઇન દોસ્તની સાથે હાઇવે પર ચાલતાં-ચાલતાં રેડ બુલ પીતો હતો અને રીલ શૂટ થઈ રહી હતી. ત્રીજો દોસ્ત વિડિયો કૅપ્ચર કરી રહ્યો હતો, પરંતુ એ જ વખતે તેજ ગતિથી દોડતી આવતી એક ટ્રકે પાછળથી મોઇનને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. મોઇન રેડ બુલ હાથમાં લઈને પોતાની મસ્તીમાં ચાલી રહ્યો હતો એ વખતે જ પાસેથી એક ટ્રક બીજા વાહનને ઓવરટેક કરીને આગળ નીકળી અને મોઇનને અડફેટે લીધો હતો. તેના બે દોસ્તોને પણ થોડીક ઈજા થઈ હતી. 

offbeat news new delhi delhi news mumbai news mumbai road accident mumbai pune expressway national news