કાળઝાળ ગરમીમાં ખુલ્લી મૂકી રખડતા કૂતરાઓને સૂવા માટે પોતાની દુકાન

28 April, 2026 02:13 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ભારતનાં મોટા ભાગનાં રાજ્યો આગની ભઠ્ઠીમાં તપી રહ્યાં છે. એવામાં તામિલનાડુમાં એક દુકાનદાર પોતાની દુકાનમાં રખડુ કૂતરાઓને બપોરના સમયે આશરો આપે છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

કાળઝાળ ગરમીમાં ખુલ્લી મૂકી રખડતા કૂતરાઓને સૂવા માટે પોતાની દુકાન

ભારતનાં મોટા ભાગનાં રાજ્યો આગની ભઠ્ઠીમાં તપી રહ્યાં છે. એવામાં તામિલનાડુમાં એક દુકાનદાર પોતાની દુકાનમાં રખડુ કૂતરાઓને બપોરના સમયે આશરો આપે છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આમેય ગરમીને કારણે બપોરે ઘરાકી હોતી નથી એવામાં દુકાનદારે કૂતરાઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે. દુકાનના ફ્લોરથી લઈને કાઉન્ટર પર રખડતા કૂતરાઓ આરામ ફરમાવતા જોવા મળે છે. પ્રાણીપ્રેમીઓ આ દયાળુ દુકાનદારની દિલેરી પર ઓવારી ગયા છે.

offbeat news social media tamil nadu national news india