સ્વીડિશ અદાલતે દારૂ પીને ડ્રોન ઉડાડવા બદલ ફટકાર્યો ૩૦૦૦ ડૉલરનો દંડ

01 February, 2025 03:41 PM IST  |  Stockholm | Gujarati Mid-day Correspondent

સ્વીડનની કોર્ટે દારૂ પીધેલી હાલતમાં ડ્રોન ઉડાડવા બદલ ૫૫ વર્ષની એક વ્યક્તિને દંડ ફટકાર્યો છે. આ પ્રકારના ગુનાનો પ્રથમ કેસ સ્વીડનમાં બન્યો છે

પ્રતીકાત્મક તસવીર

સ્વીડનની કોર્ટે દારૂ પીધેલી હાલતમાં ડ્રોન ઉડાડવા બદલ ૫૫ વર્ષની એક વ્યક્તિને દંડ ફટકાર્યો છે. આ પ્રકારના ગુનાનો પ્રથમ કેસ સ્વીડનમાં બન્યો છે. સ્વીડન પોલીસ એક કાર-ઇવેન્ટને ડ્રોન દ્વારા મૉનિટર કરી રહી હતી ત્યારે ટેમ્પરરી નો ફ્લાય ઝોનમાં બીજું ડ્રોન ઊડતું દેખાયું હતું. પોલીસે ડ્રોન ઉડાડી રહેલા માણસને પકડ્યો હતો અને તેની ટેસ્ટ કરાવતાં તેના બ્લડમાં માન્ય માત્રા કરતાં વધુ આલ્કોહોલ મળી આવ્યો હતો. સ્વીડનની અદાલતે તેને ડ્રન્કન ડ્રાઇવિંગ ડ્રોનનો ગુનો ગણી જણાવ્યું હતું કે ભલે ડ્રોન પોતાની મેળે ઊડે છે પણ તેને ગ્રાઉન્ડ પરથી કોઈ કન્ટ્રોલ કરે છે, જો એ કન્ટ્રોલ બરાબર ન થાય તો એ ઊંચાઈએથી પડીને કોઈને ઈજા પહોંચાડી શકે છે એટલે પીધેલી હાલતમાં ડ્રોન ઉડાડવું અપરાધ છે. આમ પીધેલી હાલતમાં ડ્રોન ઉડાડનારને ગુનેગાર ગણીને તેને ૩૦૦૦ ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

sweden international news news world news crime news offbeat news