22 May, 2025 01:25 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સુપ્રીમ કોર્ટમાં એક અજીબોગરીબ યાચિકા દાખલ થઈ હતી, જેમાં ડિમાન્ડ કરવામાં આવી હતી કે દેશની તમામ મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત કરવાનું અનિવાર્ય કરી દેવું જોઈએ.
હરિયાણાના પંચકુલા શહેરમાં રહેતા નરેન્દ્રકુમાર મલ્હોત્રા નામના ભાઈનું આ કારનામું હતું. તેમનું કહેવું હતું કે માત્ર પરિણીત જ નહીં; વિધવા, ડિવૉર્સી કે કોઈ પુરુષ સાથે રિલેશનશિપમાં પણ હોય તે દરેક મહિલાએ આ વ્રત કરવું જોઈએ. એટલું જ નહીં, તેણે અરજીમાં લખેલું કે જે મહિલા વ્રત ન કરે તેને સજા કરવી જોઈએ. સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટે નરેન્દ્રકુમારની મનઘડંત અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આવી અરજી દાખલ કરવા પાછળની મકસદ કંઈક જુદી છે. કોર્ટે આવી દિમાગ વિનાની વાતો રજૂ કરીને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ અરજીકર્તાને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.