પાકિસ્તાનના બીચ પર શાહરુખનો ચહેરો

27 March, 2023 12:25 PM IST  |  Gaddani | Gujarati Mid-day Correspondent

તેના ચાહકો વિવિધ પ્રકારે તેની પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા રહે છે.

શાહરુખ ખાનના પાકિસ્તાની ચાહકોએ બલૂચિસ્તાનના ગડાની બીચ પર શાહરુખ ખાનનું સૅન્ડ-આર્ટ તૈયાર કર્યું છે. 

બૉલીવુડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનનો જાદુ માત્ર મુંબઈ શહેરમાં નહીં, સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો છે. તેના ચાહકો વિવિધ પ્રકારે તેની પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા રહે છે.

તાજેતરમાં શાહરુખ ખાનના પાકિસ્તાની ચાહકોએ બલૂચિસ્તાનના ગડાની બીચ પર શાહરુખ ખાનનું સૅન્ડ-આર્ટ તૈયાર કર્યું છે. 

રશીદી આર્ટિસ્ટી ગ્રુપના સમીર શૌકતે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાનના સૅન્ડ-આર્ટમાં તૈયાર કરેલા પોર્ટ્રેટની તસવીર શૅર કરી છે. આ સાથે જ એક વિશિષ્ટ અને અલગ અપડેટમાં સૅન્ડ-આર્ટિસ્ટ સમીર શૌકતે આ સૅન્ડ આર્ટનું મંત્રમુગ્ધ કરનારું એરિયલ ફુટેજ પણ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું, જેને સારો આવકાર મળ્યો છે.

offbeat news pakistan balochistan international news Shah Rukh Khan