ચાલતી કારના સાઇડ મિરર પર સાપ લટકતો જોવા મળ્યો

12 November, 2025 01:19 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

સાઇડ મિરરના ખાંચામાંથી ઝીણો સાપ સળવળી રહ્યો હતો. મિરરની અંદરના ખોબચામાં સાપ ફસાઈ ગયેલો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

તામિલનાડુના નામક્કલ-સેલમ રોડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. એક ડ્રાઇવરે પાછળથી આવતી ગાડીને જોવા માટે જમણી બાજુના સાઇડ મિરરમાં જોયું તો ઘડીભર હૃદય બંધ પડી ગયું. સાઇડ મિરરના ખાંચામાંથી ઝીણો સાપ સળવળી રહ્યો હતો. મિરરની અંદરના ખોબચામાં સાપ ફસાઈ ગયેલો. એ કાચમાંથી નીકળવાની જેટલી કોશિશ કરતો હતો એટલો વધુ ફસાતો જતો હતો. આ ઘટના ડ્રાઇવર તેમ જ કારમાં મુસાફરી કરતા લોકો માટે જોખમી બની શકે એમ હતી. સાપ એટલો પાતળો હતો કે કાચની તિરાડમાંથી જ અંદર ઘૂસ્યો હતો. એવામાં આ જ સાપ જો કારમાં ઘૂસી જાય તો કેટલી ડરામણી સ્થિતિ ઊભી થાય એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. મોટા ભાગે વરસાદની સીઝનમાં સાપ જ્યાં-ત્યાં ભરાઈ જવાના કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ હવે ઠંડીની સીઝન શરૂ થઈ છે ત્યારે પણ આવી ઘટનાઓમાં ઘટાડો જોવા નથી મળ્યો. 

offbeat news tamil nadu india social media viral videos