અદ્વિતીય ઍરપોર્ટ્સ

17 March, 2023 04:23 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ અવૉર્ડ્‍સ ફંક્શન બુધવારે નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમમાં પૅસેન્જર ટર્મિનલ એક્સ્પોમાં યોજાયું હતું.

સિંગાપોરનું ચાંગી ઍરપોર્ટ

ઍરપોર્ટ ઇન્ડસ્ટ્રીનો ઑસ્કર્સ ગણાતો સ્કાયટ્રૅક્સ વર્લ્ડ ઍરપોર્ટ અવૉર્ડ્‍સ ૨૦૨૩ તાજેતરમાં યોજાયો હતો, જેમાં સિંગાપોરના ચાંગી ઍરપોર્ટને દુનિયાનું બેસ્ટ ઍરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઍરપોર્ટમાં ૪૦ મીટર ઊંચો ઇન્ડોર વૉટરફૉલ છે. આ ઍરપોર્ટ દુનિયાનું બેસ્ટ ઍરપોર્ટ ડાઇનિંગ, દુનિયાનું બેસ્ટ ઍરપોર્ટ લેસર ઍમેનિટીઝ અને એશિયામાં બેસ્ટ ઍરપોર્ટનો અવૉર્ડ જીત્યું છે.
૨૦૨૧ અને ૨૦૨૨નું ઍરપોર્ટ ઑફ ધ યર દોહાનું હમદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ગ્લોબલ રૅન્કિંગ્સમાં બીજા સ્થાને આવ્યું છે અને એ દુનિયાનું બેસ્ટ ઍરપોર્ટ શૉપિંગ, મિડલ ઈસ્ટમાં બેસ્ટ ઍરપોર્ટ અને મિડલ ઈસ્ટમાં સૌથી સ્વચ્છ ઍરપોર્ટનો અવૉર્ડ જીત્યું છે.

દોહાનું હમદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (ઉપર) અને ટોક્યોમાં હનેડા ઍરપોર્ટ (નીચે.)

ટોક્યોમાં હનેડા ઍરપોર્ટ ગ્લોબલ રૅન્કિંગ્સમાં ત્રીજા સ્થાને આવ્યું છે. આ અવૉર્ડ્‍સ ફંક્શન બુધવારે નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમમાં પૅસેન્જર ટર્મિનલ એક્સ્પોમાં યોજાયું હતું.

ન્યુ યૉર્ક માટે પણ પ્રશંસા કરવામાં આવી હતી. ન્યુ યૉર્ક સિટીના લાગાર્ડિયા ઍરપોર્ટ ખાતે ટર્મિનલ-બીને દુનિયાનું બેસ્ટ ન્યુ ઍરપોર્ટ ટર્મિનલનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ઇસ્તંબુલ 
ઍરપોર્ટ મોસ્ટ ફૅમિલી ફ્રેન્ડ્લી ઍરપોર્ટનો અવૉર્ડ જીત્યું હતું.  

સાઉથ કોરિયાનું ઇનચેઓન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ચોથા સ્થાને છે, જ્યારે પૅરિસમાં પૅરિસ ચાર્લ્સ દ ગોલ ઍરપોર્ટ પાંચમા સ્થાને છે. 

offbeat news international news singapore