31 May, 2025 10:43 AM IST | Siliguri | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સફરજન ઉગાડવાં હોય તો એના વૃક્ષને ચોક્કસ આબોહવા જોઈતી હોય છે અને સાથે ખાસ માટી પણ. જોકે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પુલક જોઅરદાર નામના શિક્ષકે તેમના ઘરની અગાસીમાં વનસ્પતિ ઉગાડવાના પ્રયોગોની સાથે સફરજનને કૂંડામાં ઉગાડવાના એક્સપરિમેન્ટ્સ શરૂ કર્યા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમણે કૂંડામાં સફરજનનો છોડ વાવ્યો હતો જે હવે મોટો થઈ ગયો છે અને હવે તો એ નાનકડું વૃક્ષ ફળોથી લચી પડ્યું છે.