Only in India: ‘બ્રેકિંગ બેડ’ શોના એક્ટરને પંજાબની સ્કૂલમાં વૈજ્ઞાનિક બનાવી દેવાયા

11 August, 2022 05:22 PM IST  |  Amritsar | Gujarati Mid-day Online Correspondent

વીડિયો વાયરલ થતાં ઘટના સામે આવી

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

તમે નોંધ્યું હશે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળાઓ અને કૉલેજોમાં મહાન હસ્તીઓના ચિત્રો મૂકવામાં આવે છે. ખાસ કરીને, જ્યારે તમે વિજ્ઞાન પ્રયોગશાળા અથવા ક્લાસની અંદર જશો, ત્યારે તમને ત્યાં ચોક્કસપણે કંઈક આવું જોવા મળશે, પરંતુ જો કોઈ શાળા વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ્સની વચ્ચે અભિનેતાનો ફોટો મૂકે તો? સાંભળવામાં અજુગતું જણાય છે, પણ પંજાબમાં આવું ખરેખર બન્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેના વિશે નેટીઝન્સ વિવિધ વાતો કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આ વિચિત્ર ઘટના બની તે સ્કૂલ પંજાબની છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે સાયન્સ ક્લાસ ચાલી રહ્યો છે, જ્યાં કેટલાક બાળકો પ્રેક્ટિકલ કરતા જોવા મળે છે. વર્ગખંડની દિવાલો ફોટોગ્રાફ્સથી ભરેલી છે, જે વૈજ્ઞાનિકોની હોવાનું જણાય છે. આમાં તમને નિકોલા ટોસલા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોની તસવીરો જોવા મળશે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ તસવીરો વચ્ચે એક અન્ય તસવીર પણ છે, જે કોઈ વૈજ્ઞાનિકની નહીં પરંતુ એક અભિનેતાની છે.

વીડિયોના અંતમાં, જે વ્યક્તિ ફ્રેન્ચ દાઢી અને વાળ વગરનો દેખાય છે તે ખરેખર અભિનેતા બ્રાયન ક્રેન્સટન છે, જે અમેરિકન વેબ સિરીઝ `બ્રેકિંગ બેડ`માં `વોલ્ટર વ્હાઇટ`નું મુખ્યપાત્ર ભજવ્યું છે. આ વેબ સિરીઝમાં તે ડ્રગ પેડલરની ભૂમિકા ભજવી રહ્યો છે, જેના માદક પદાર્થ અમેરિકા અને મેક્સિકોમાં ખૂબ પ્રખ્યાત છે. આ પછી તે પોતાને `હેઈઝનબર્ગ` સમજવા લાગે છે, જે એક જર્મન વૈજ્ઞાનિકનું નામ છે. સ્કૂલના લોકોએ જર્મન વિજ્ઞાની વર્નર કાર્લ હાઈઝનબર્ગનો ફોટો મૂકવો જોઈતો હતો, પણ કદાચ ભૂલથી ફિલ્મી પાત્ર મૂકી દીધું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો છે. શિલ્પા નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને પંજાબનો હોવાનું જણાવ્યું છે. માત્ર 12 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં 13 લાખ વખત જોવામાં આવી છે. તે જ સમયે, વીડિયો જોયા અને સમજ્યા પછી, લોકોએ કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

offbeat videos offbeat news punjab