તમારા ઘરે લૅપટૉપ-બાયોમેટ્રિક મશીન સાથે જો કોઈ આવે તો રહેજો સાવધાન

29 March, 2024 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસતિગણતરીનાં આઇડે​ન્ટિટી કાર્ડ અને આયુષ્માન ભારતની સ્કીમમાં વધુ માહિતી મેળવવાના નામે તસ્કરો ફરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ગૃહમંત્રાલયના સ્ટૅમ્પ અને લેટરહેડ સાથે વસતિગણતરીનાં આઇડેન્ટિટી (ID) કાર્ડ્સ ચેક કરવાના નામે ચોરી કરવાની નવી ટેક્નૉલૉજી તસ્કરોએ અપનાવી હોવાની માહિતી મળતાં તેમનાથી સાવધાન રહેવા માટે ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સર્વિસિસ કો-ઑપરેટિવ લૅન્ડ ઍન્ડ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (CGSCOLGHS) દ્વારા ત્રણ દિવસ પહેલાં એક અલર્ટ જાહેર કરવામાં આવી છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘આ તસ્કરો બધે ફરીને કહે છે કે અમે ભારત સરકારની આયુષ્માન સ્કીમમાંથી આવીએ છીએ અને તમારા ફોટો અને ફિંગરપ્રિન્ટ્સ લેવાના છે. તેમની પાસે સરકારી અધિકારીઓનાં નામનું લિસ્ટ જેવું જ એક લિસ્ટ હોય છે. લૅપટૉપ અને બાયોમેટ્રિક મશીન સાથે તેઓ તમારા આંગણે આવે તો તેમને કોઈ માહિતી આપતા નહીં. આ એક સ્કૅમ છે. તમારા પરિવાર અને સમાજના લોકો અને વડીલોને પણ આની જાણ કરજો. કોઈ તમારા ઘરે આવે તો નજીકના પોલીસ-સ્ટેશનમાં સંપર્ક કરવો.’

home ministry mumbai news mumbai crime news