રશિયામાં હ્યુમનૉઇડ રોબો વચ્ચે સિમ્બૉલિક શાદી થઈ

11 July, 2026 12:59 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

લગ્નના બંધન તરીકે બન્નેને ખાસ ફ્રીક્વન્સી મૅચ થાય એવાં બ્રેસલેટ્સ પહેરાવવામાં આવ્યાં

એક રોબોને દુલ્હન બનાવવામાં આવી હતી અને બીજાને દુલ્હો

રોબો હવે માણસોના જીવનમાં તમામ રોલમાં પગપેસારો કરી રહ્યો છે. માણસ કરી શકે એવું દરેક ટેક્નિકલ કામ કરી શકતા રોબોને હવે નિષ્ણાતોએ સામાજિક સંબંધોની દુનિયામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે બાકાયદા બે રોબોનાં લગ્ન કરાવવામાં આવ્યાં છે. રશિયાના મૉસ્કોમાં આવી પહેલી સિમ્બૉલિક શાદી-સેરેમની યોજાઈ હતી. એમાં પુશ્કિન નામની લાઇબ્રેરીમાં એક ઇવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં એક રોબોને દુલ્હન બનાવવામાં આવી હતી અને બીજાને દુલ્હો. આ રોબો એકબીજાનો હંમેશાં સાથ નિભાવશે એવી કસમ પણ લેવડાવવામાં આવી. લગ્નના બંધન તરીકે બન્નેને ખાસ ફ્રીક્વન્સી મૅચ થાય એવાં બ્રેસલેટ્સ પહેરાવવામાં આવ્યાં. રશિયામાં પહેલી વાર રોબોનાં લગ્ન થઈ રહ્યાં છે અને દાવો થઈ રહ્યો છે કે આવું વિશ્વમાં પણ કદાચ પહેલી વાર છે. બે રોબો અંગત સંબંધોનું ડાયનૅમિક્સ સમજી શકે એ માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

russia offbeat news international news world news news