લગ્નમાં ૩૨.૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ

10 March, 2023 03:06 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટી વેડિંગ પ્લાનર ડેવિડ તુટેરા અને તેમની ટીમે રિસૉર્ટના પામ બૉલરૂમને લગભગ ૩૦૦ મહેમાનો માટે સુંદર જંગલમાં ફેરવ્યું હતું

લગ્નમાં ૩૨.૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ

હિલ્ડા મારિયા બકાર્ડી વિશ્વની સૌથી મોટી ખાનગી માલિકીની વાઇટ રમનું ઉત્પાદન કરતી બકાર્ડી રમની સ્થાપક છે અને હાલમાં જ તેની ૨૯ વર્ષની દીકરી એરિકા વાઝક્વેઝ બકાર્ડીનાં લગ્ન સૉફ્ટ બૉલ ખેલાડી જૉય ડેપ્રિસ્ટ કેપેરેલી સાથે વૉલ્ટ ડિઝની વર્લ્ડના ફોર સીઝન્સ ખાતે ૩ દિવસ ભવ્ય રીતે યોજાયાં હતાં. સેલિબ્રિટી વેડિંગ પ્લાનર ડેવિડ તુટેરા અને તેમની ટીમે રિસૉર્ટના પામ બૉલરૂમને લગભગ ૩૦૦ મહેમાનો માટે સુંદર જંગલમાં ફેરવ્યું હતું. બૉલરૂમના સુશોભન માટે ફ્રેન્ચ ટ્યુલિપ, ગાર્ડન ગુલાબ અને હાઇબ્રીડ ડેલ્ફીનિયમનો ઉપયોગ થયો હતો. આ લગ્નમાં ૪૦ લાખ ડૉલર (૩૨.૮૧ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો.

offbeat news international news united states of america