કોચીમાં સાડી પહેરેલા રોબોએ બૅન્કના કર્મચારીઓ પાસેથી લોન ડૉક્યુમેન્ટ મેળવ્યા

12 September, 2022 11:28 AM IST  |  Kochi | Gujarati Mid-day Correspondent

વિડિયો-ક્લિપની શરૂઆતમાં પરંપરાગત સાડી પહેરેલો રોબો દેખાય છે

કોચીમાં સાડી પહેરેલા રોબોએ બૅન્કના કર્મચારીઓ પાસેથી લોન ડૉક્યુમેન્ટ મેળવ્યા

કેરલાના એક સ્ટાર્ટઅપની લોન ફેડરલ બૅન્કની કોચી શાખાએ મંજૂર કરતાં લોન લેવા માટે આ સ્ટાર્ટઅપ કંપનીએ કાંઈક અવનવું કર્યું. તેઓ લોનના દસ્તાવેજ લેવા માટે સાડી પહેરેલા રોબોને લઈ ગયા હતા. આ પ્રસંગનો વિડિયો ઑનલાઇન શૅર કરવામાં આવ્યો છે, જે જોઈને નેટિઝન્સ પણ દંગ રહી ગયા છે. 

ટ‍્વિટર પર વિડિયો શૅર કરનાર અનંત રૂપાનાગુડી રેલવેમાં ઑફિસર છે. ટ‍્વિટર પર વિડિયો શૅર કરતાં તેમણે કૅપ્શન આપી છે, ‘ફેડરલ બૅન્કની કોચી શાખાએ રોબો બનાવતી કંપની અસિમોવ (એએસઆઇએમઓવી) રોબોટિક્સ પ્રાઇવેટ લિમિટેડની લોન મંજૂર કરી હતી. લોનનાં પેપર્સ સ્વીકારવા માટે કંપનીના અધિકારીઓ આવ્યા હતા.’ 

વિડિયો-ક્લિપની શરૂઆતમાં પરંપરાગત સાડી પહેરેલો રોબો દેખાય છે. લોનનાં પેપર્સ સ્વીકાર્યા પછી રોબો ત્યાં હાજર રહેલા સૌકોઈને સંબોધન કરીને ઓણમની શુભેચ્છા પણ આપે છે. 

offbeat news viral videos national news kerala kochi