ઉપરના માળે લટકેલી છોકરીને રેસ્ટોરાંના મૅનેજરે કૅચ કરી લીધી

13 June, 2026 02:10 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

વાત એમ હતી કે છોકરી ઉપરના માળની બાલ્કની પર લટકી ગઈ હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

લંડનમાં એક રેસ્ટોરાંના મૅનેજરે જાંબાઝ પ્રદર્શન કરીને ટબૂકડી છોકરીનો જીવ બચાવી લીધો હતો. વાત એમ હતી કે છોકરી ઉપરના માળની બાલ્કની પર લટકી ગઈ હતી. છોકરીએ માંડ બાલ્કનીની પાળ પકડી રાખી હતી અને નીચે પગ મૂકવા માટે તેને કોઈ સપોર્ટ નહોતો અને ગમે એ ઘડીએ તે નીચે પડશે એવું લાગતું હતું. ઑલરેડી પોલીસની એક વ્યક્તિ બાળકીને બચાવવા પહેલા માળના છજા પર હોય છે, પરંતુ તે પણ સ્ટ્રગલ કરે છે. ત્યારે રેસ્ટોરાંનો મૅનેજર મોહમ્મદ જેસિલ છજા પર ચડી જાય છે અને ત્યાંથી છોકરીને કૅચ કરી લે છે. મૅનેજરે આ બહાદુરીનું કામ કર્યું એ પછી ત્યાં હાજર પોલીસે પણ તેને શાબાશી આપી હતી. જોકે તેનું કહેવું હતું કે ક્રિકેટ રમવાની આદતને કારણે તે આ અત્યંત મહત્ત્વનો કૅચ પકડી શક્યો હતો. 

london viral videos offbeat news national news news