06 August, 2025 02:02 PM IST | Sikkim | Gujarati Mid-day Correspondent
લાલ પાન્ડા
ભારતનાં હિમાલયન ક્ષેત્રોમાં જોવા મળતા અને લુપ્ત થવાના આરે હોય એવા લાલ રંગના દુર્લભ પાન્ડાનો સિક્કિમમાં સાત વર્ષ પછી જન્મ થયો છે. લાલ પાન્ડા બચાવવાના અભિયાનને આ નવાં બચ્ચાંઓના આગમનથી બહુ મોટી સફળતા મળી છે. સિક્કિમના ગંગટોકમાં બુલબુલી હિમાલયન પ્રાણીસંગ્રહાલયમાં ગયા મહિને બે લાલ પાન્ડાનો જન્મ થયો છે. ક્યુટ દેખાતા એક પાન્ડાનું નામ લકી ટૂ અને બીજાનું મિરાક નામ રાખવામાં આવ્યું છે. આ પ્રાણીસંગ્રહાલયમાં છેક ૧૯૯૭થી લાલ પાન્ડાના સંવર્ધનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો એને તાજેતરમાં સફળતા મળી હતી. બન્ને લાલ પાન્ડા બેબી સ્વસ્થ છે. ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર નામની સંસ્થાની લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓની યાદીમાં લાલ પાન્ડાનો સમાવેશ થાય છે. હાલમાં એમની વસ્તી વિશ્વમાં ૨૫૦૦થી પણ ઓછી છે.