30 June, 2025 01:31 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
કાર સાથે કરતબ
ઝારખંડના રાંચીમાં શ્રી જગન્નાથ રથયાત્રા નિમિત્તે ૧૦ દિવસનો મેળો ભરાયો છે. શુક્રવારે શરૂ થઈ ગયેલા આ મેળામાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે જાતજાતનાં આકર્ષણો છે. રોમાંચના ચાહકો માટે અહીં મોતનો કૂવો પણ છે. એમાં બાઇક્સની સાથે કારોનાં કરતબ પણ જોવા મળે છે. એમાં સ્ટન્ટમેન્સ ચાલુ કારે એકથી બીજી કાર પર જમ્પ કરતા જોવા મળશે.