20 December, 2023 10:35 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરતના હીરાના એક વેપારીએ રામમંદિરથી પ્રેરિત થઈને એક હાર તૈયાર કર્યો છે, જેમાં ૫૦૦૦ કરતાં વધારે અમેરિકન હીરાનો શણગાર કરવામાં આવ્યો છે. આ હાર બનાવવા માટે ૪૦ કારીગરોની ટીમે ૩૫ કરતાં વધારે દિવસ કામ કર્યું હતું. રસેશ જ્વેલર્સના ડિરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે ‘આ હારમાં ૫૦૦૦ કરતાં વધારે અમેરિકન હીરાનો ઉપયોગ થયો છે, જે બે કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર કોઈ વ્યાવસાયિક હેતુથી તૈયાર કરાયો નથી.’ સુરતના આ હીરાના વેપારીએ આ હાર અયોધ્યામાં રામમંદિરને ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. હીરાના આ હારમાં શ્રીરામ, હનુમાન, સીતામાતા અને લક્ષ્મણની કોતરણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.