18 May, 2025 03:33 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
બાવળના ઝાડ પર બનવેલું ટ્રીહાઉસ
રાજસ્થાનમાં ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બાળકોએ એમાં ઠંડક મેળવવા માટે બાવળના એક ઝાડ પર ટ્રીહાઉસ બનાવી દીધું છે. ટ્રીહાઉસ માટે ઘટાદાર અને હરિયાળું વૃક્ષ જ જોઈએ એવું કોણે કહ્યું? રાજસ્થાન જેવા રણપ્રદેશમાં જ્યાં દૂર-દૂર સુધી હરિયાળી દેખાવી દુર્લભ છે ત્યાં બાળકોએ બાવળના ઝાડ પર એક ઝૂલતી ઝૂંપડી બનાવી દીધી છે. બાળકોની આ ક્રીએટિવિટીને પવન મારવાડી નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું છે, ‘રાજસ્થાન કી અનોખી હવા મેં ઝૂલતી ઝોંપડી.’
કેટલાક કિશોરોએ ભેગા મળીને બાવળના ઝાડ પર સ્થિર રહી શકે એવું ટચૂકડું હાઉસ તૈયાર કર્યું છે. એને અંદરથી સૂકા ઘાસ, પૂળા અને લાકડીઓથી સજાવેલું છે. ઝૂંપડીની અંદર સ્મૂધ અને કમ્ફર્ટેબલી બેસી શકાય એવી જગ્યા છે. બાળકોની આ ક્રીએટિવિટીએ સોશ્યલ મીડિયા પર લોકોનાં દિલ જીતી લીધાં છે.