૯ વર્ષની બાળકી સ્કૂલમાં ટિફિન ખોલતી વખતે ઢળી પડી, હાર્ટ-અટૅકે લીધો જીવ

18 July, 2025 02:06 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

પ્રાચીએ ટ્રીટમેન્ટને પ્રતિસાદ આપ્યો હતો અને ત્યાર બાદ તેને સીકરની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવાનું સૂચવવામાં આવ્યું હતું

૯ વર્ષની પ્રાચી કુમાવત ટિફિન ખોલતી વખતે બાળકીને હાર્ટ-અટૅક આવ્યો

રાજસ્થાનના સીકર જિલ્લાના દાંતામાં સ્કૂલમાં ટિફિન ખોલતી વખતે ૯ વર્ષની એક બાળકીને હાર્ટ-અટૅક આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મંગળ‍વારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આદર્શ વિદ્યા મંદિરમાં ચોથા ધોરણમાં ભણતી પ્રાચી કુમાવત ટિફિન ખોલતી વખતે ઢળી પડી હતી. પ્રાચીને તરત જ માત્ર પાંચસો મીટરના અંતરે આવેલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને ઑક્સિજન અને ઇમર્જન્સી દવાઓ આપીને તથા CPR એટલે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન આપીને દોઢ કલાક સુધી ફરી બેઠી કરવાની કોશિશ કરવામાં આવી હતી.

પ્રાચીએ ટ્રીટમેન્ટને પ્રતિસાદ આપ્યો હતો અને ત્યાર બાદ તેને સીકરની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવાનું સૂચવવામાં આવ્યું હતું, પણ પ્રાચીને ફરી હાર્ટ-અટૅક આવ્યો હતો અને તે બચી નહોતી શકી.

rajasthan heart attack Education national news news social media offbeat news