31 December, 2025 01:51 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાજકુમાર બાફના
પ્રદૂષણ માત્ર સ્વાસ્થ્ય પર જ અસર કરે છે એવું નથી, એને કારણે લોકો નોકરી છોડવા પર વિવશ થઈ રહ્યા છે. અકૂમ્સ ડ્રગ્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ નામની એક દિગ્ગજ ફાર્મા કંપનીના પ્રેસિડન્ટ ઑફ ફાઇનૅન્સ રાજકુમાર બાફનાએ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે રાજીનામું આપ્યું હતું. આવું કરનારા રાજકુમાર બાફના પહેલા કે છેલ્લા માણસ નથી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં છપાયેલા રિપોર્ટ મુજબ રાજકુમાર બાફનાએ ત્રીજી ડિસેમ્બરે કંપનીના પદ પરથી રાજીનામું આપવાનું કારણ વ્યક્તિગત છે એમ જણાવ્યું હતું. લેટરમાં લખ્યું હતું કે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે હું આ પદ પરથી રાજીનામું આપું છું, મને બહુ જલદીથી આ જવાબદારીમાંથી મુક્ત કરશો. પ્રદૂષણને કારણે કેમ રાજીનામું આપવું પડ્યું એ બાબતે કંપનીને નવાઈ લાગી હતી. છતાં તેમણે રાજીનામું સ્વીકારી લીધું હતું.