30 August, 2025 07:48 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરણ સિંહ નામના ભાઈએ તાંત્રિકની સલાહ પર પોતાના જ ૧૭ વર્ષના પૌત્ર પીયૂષની હત્યા કરી દીધી હતી. મંગળવારે પીયૂષ સ્કૂલ માટે ઘરેથી નીકળ્યો એ પછી પાછો નહોતો આવ્યો. પોલીસે ખોવાયેલા ટીનેજરની તપાસ કરતાં એક ઇન્ડસ્ટ્રિયલ એરિયાના નાળામાંથી તેનું ધડ મળ્યું હતું અને બીજા દિવસે છેક બીજા જ ગામથી તેનું માથું મળ્યું હતું. શરણ સિંહના દીકરા અને દીકરીએ આત્મહત્યા કરી એ પછી તે તાંત્રિકના રવાડે ચડી ગયા હતા. તાંત્રિકે તેમને કહ્યું હતું કે હકીકતમાં પૌત્ર પીયૂષનું મૃત્યુ થવાનું હતું, પણ એને બદલે બીજા પરિવારજનોએ આત્મહત્યા કરી હતી. જો પીયૂષ નહીં મરે તો બીજા પરિવારજનો પર પણ ખતરો છે એવું તેના મનમાં ઠસી જતાં શરણ સિંહે પૌત્રનો બલિ ચડાવી દીધો હતો.