રૉયલ આઇસિંગની રાણીએ કેકમાં દર્શાવ્યાં છે ગુજરાતનાં પટોળાં, રાજસ્થાનના મહેલ અને તામિલનાડુની સંસ્કૃતિ

20 April, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવાં અનેક રાજ્યોની સંસ્કૃતિમાંથી પ્રેરણા લેવામાં આવી છે

કલ્ચરલ અને હેરિટેજ આર્ટિસ્ટ પ્રાચી ધબલ દેબ

ઇન્ટરનૅશનલ સ્તરે ફેમસ કલ્ચરલ અને હેરિટેજ આર્ટિસ્ટ પ્રાચી ધબલ દેબની કેકની સજાવટ એટલી અદ્ભુત હોય છે કે તેને રૉયલ આઇસિંગની રાણીના હુલામણા નામે ઓળખવામાં આવે છે. આ ઉપનામ તેમની ટેક્નિકલ મહારત નહીં, અનોખી આર્ટિસ્ટિક સ્ટાઇલની દેન છે. તેમણે બનાવેલી થ્રી-ફોર ટિયરની કેક એ માત્ર ડિઝર્ટ નથી, એક કલ્ચરલ કહાણી છે. તેમણે અત્યાર સુધીમાં ભારતનાં અલગ-અલગ રાજ્યોના હેરિટેજ અને સંસ્કૃતિમાંથી પ્રેરણા લઈને એવી અદ્ભુત અને માન્યામાં ન આવે એવી બારીક ડિઝાઇનવાળી કેક્સ બનાવી છે જે જોતાં જ વાહ બોલી ઉઠાય.

ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવાં અનેક રાજ્યોની સંસ્કૃતિમાંથી પ્રેરણા લેવામાં આવી છે. રાજસ્થાનના શાનદાર મહેલની જાળીઓ હોય કે ગુજરાતનાં પટોળાં જેવી પૅટર્ન હૂબહૂ સુંદર રીતે તેણે કેક પર કંડારી છે. તામિલનાડુના કાંજીવરમની પૅટર્ન હોય કે પશ્ચિમ બંગાળની સાહિત્યિક વિરાસત, બધું જ પુણેનાં પ્રાચી દેબે સુંદર રીતે કંડાર્યું છે. 

culture news offbeat news national news news