24 February, 2026 02:48 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઘરમાં દીકરાનાં લગ્ન લેવાવાનાં હતાં ત્યારે તેની મા ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી ગઈ
ઉત્તર પ્રદેશના અલીગઢના બિસનપુરમાં એક મહિલા પોતાનાથી ૧૬ વર્ષ નાના અને સંબંધમાં ભાણેજ થતા યુવક સાથે ભાગી ગઈ હતી. તેના દીકરાનાં લગ્ન ૬ માર્ચે લેવાયાં હતાં. એ માટે ઘરમાં રોકડ રકમ અને દાગીના પણ હતાં એ બધું જ લઈને મા ફરાર થઈ ગઈ હતી. મહિલા ૩ સંતાનોની મા છે અને મોટા દીકરાનાં લગ્ન ઢૂકડાં હતાં. એવામાં પોતાના ભાણેજ સાથે ભાગી નીકળેલી મહિલા વિરુદ્ધ પોલીસ-કેસ નોંધાયો છે. તેના પતિએ ફરિયાદ કરી હતી કે પત્ની પિયર જવાની વાત કહીને નીકળી હતી અને પછી પાછી આવી જ નહોતી. પછીથી ખબર પડી હતી કે તે ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે જતી રહી છે.