બરફના થરની વચ્ચે કપડાં વિના બે કલાક ૩૦ સેકન્ડ રહેવાનો રેકૉર્ડ

15 December, 2025 12:27 PM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

જૂનો રેકૉર્ડ સ્વિટ્ઝરલૅન્ડના ઇલિયાસ મેયરે બનાવ્યો હતો અને તે બરફની અંદર બે કલાક ૭ સેકન્ડ માટે દટાયેલો રહ્યો હતો.

લુકાઝ સ્પુનર

ઠંડીના દિવસોમાં જો શરીર પર ઠંડું પાણી અડી જાય તોય અરેરાટી નીકળી જાય છે, પણ પોલૅન્ડના લુકાઝ સ્પુનર નામના લોખંડી પુરુષે ખુલ્લા શરીરે ડાયરેક્ટ બરફના ઢગલાની વચ્ચે બે કલાક ૩૦ સેકન્ડ સુધી રહેવાનું કારનામું કર્યું હતું. બરફ ડાયરેક્ટ ત્વચા પર લાગેલો રહે ત્યારે શરીરનું તાપમાન અચાનક જ નીચું જતું રહેવાના ચાન્સિસ વધી જાય છે. આ સ્ટન્ટ ખૂબ જોખમી પણ છે. લુકાઝે નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તો બનાવ્યો છે, પણ એમાં જૂના રેકૉર્ડ કરતાં માર્જિન માત્ર ૨૩ સેકન્ડનું જ છે. જૂનો રેકૉર્ડ સ્વિટ્ઝરલૅન્ડના ઇલિયાસ મેયરે બનાવ્યો હતો અને તે બરફની અંદર બે કલાક ૭ સેકન્ડ માટે દટાયેલો રહ્યો હતો.

offbeat news poland international news world news guinness book of world records